gujarat : મહારાષ્ટ્ર ( maharashtra ) અને ઝારખંડ ( zarkhand ) સાથે સાથે સમગ્ર ગુજરાત ( gujarat ) ની નજર જે બેઠક પર હતી તે વાવ ( vav ) ની પેટા ચૂંટણી ( election ) માં ભાજપે ( bhajap ) મેદાન મારી લીધું. ભારે રોમાંચ અને રસાકસી ભર્યા પરિણામમાં શરૂઆતથી મહેક પ્રસરાવી રહેલા કોંગ્રેસના ( congress ) ગુલાબ અંતિમ રાઉન્ડમાં હારી ગયા અને ભાજપનું કમળ ખીલી ગયું. આખરે કેવી રીતે છેલ્લા ત્રણ રાઉન્ડમાં પલટાઈ બાજી?
https://youtube.com/shorts/qP7h3GJ3Cmo?feature=share
https://dailynewsstock.in/2024/11/23/health-karileave-weight-weightloss-energy-drink/
23 નવેમ્બર 2024ની તારીખ સમગ્ર દેશની નજર મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી ( vidhansabha election ) ના પરિણામ પર હતી. આ બન્ને મોટા રાજ્યોની સાથે કેટલાક રાજ્યોમાં વિધાનસભાની પેટા ચૂંટણી પણ હતી. જેમાં આપણા ગુજરાતમાં વાવની પણ પેટા ચૂંટણીનું પરિણામ હતું. દેશની મીટ ઝારખંડ અને મહારાષ્ટ્રના પરિણામ પર હતી. તો ગુજરાતીઓ વાવમાં ચાતર નજર રાખીને બેઠા હતા. જ્યારે સવારેથી મતગણતરીનો પ્રારંભ થયો ત્યારે કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો.
ujarat : મહારાષ્ટ્ર ( maharashtra ) અને ઝારખંડ ( zarkhand ) સાથે સાથે સમગ્ર ગુજરાત ( gujarat ) ની નજર જે બેઠક પર હતી તે વાવ ( vav ) ની પેટા ચૂંટણી ( election ) માં ભાજપે ( bhajap ) મેદાન મારી લીધું.
ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચેના ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસના ગુલાબસિંહ શરૂઆતની લીડ લેવા લાગ્યા તો વાવથી લઈ ગાંધીનગર સુધી કોંગ્રેસના કાર્યાલયોમાં ઢોલ નગારા વાગવા લાગ્યા. કેટલીક જગ્યાએ તો કોંગ્રેસે મીઠાઈઓ પણ વહેંચવાની શરૂ કરી દીધી હતી. કોંગ્રેસના કાર્યકરો ગુલાબસિંહ રાજપૂતનો જય જયકાર કરવા લાગ્યા હતા.
વાવના જેમ જેમ પરિણામ આવી રહ્યા હતા અને એક બાદ એક રાઉન્ડ પતી રહ્યા હતા તેમ તેમ કોંગ્રેસના કાર્યકરો અને ગુલાબસિંહનો આનંદ બેવડાઈ રહ્યો હતો. બીજી તરફ ભાજપના ખેમામાં માહોલ શાંત હતો. કોઈ કંઈ બોલી શક્તું નહતું. જો કે અમદાવાદમાં બેઠેલા પાર્ટીના મોટા નેતાઓ અને પાર્ટી પ્રવક્તાઓ ટીવી ડિબેટમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરી કાર્યકરોની હિંમત વધારી રહ્યા હતા. પરંતુ ગ્રાઉન્ડ પર તો રકાસ જોવા મળી રહ્યો હતો. વાવમાં કુલ 23 રાઉન્ડમાં મતગણતરી થઈ. એકથી લઈ છેક 21મા રાઉન્ડ સુધી કોંગ્રેસના ગુલાબની મફેક પ્રસરાઈ હતી. હા જો કે લીડ ચોક્કસ ઘટી રહી હતા. પરંતુ ગુલાબસિંહ આગળ જ હતા. પરંતુ 22મા અને 23મા રાઉન્ડમાં કંઈ એવું થયું કે ગુલાબસિંહ મતગણતરી છોડીને બહાર આવી ગયા તેમના મોઢા પર હારની રેખાઓ દેવાખા લાગી.
વાવમાં ભાજપનો વટ
ગુલાબસિંહ રાજપૂત જ્યારે આ નિવેદન આપી રહ્યા હતા ત્યારે અંતિમ રાઉન્ડની ગણતરી ચાલું હતું. પરંતુ જ્યારે 23મો અને અંતિમ રાઉન્ડ પુરો થયો તો ભાજપના સ્વરૂપજી ઠાકોરે રસાકસી ભર્યા મુકાબલામાં જીત મેળવી લીધી અને વાવથી ગાંધીનગર જવાની ટિકિટ મેળવી લીધી. ત્રિપાંખિયા મુકાબલામાં ભાજપના સ્વરૂપજી ઠાકોરની 2442 મતથી જીત થઈ.