surat : સુરતની મહિલા ઇન્ફ્લુએન્સર ઉપર પોલીસ ( police ) જાહેરનામાના ભંગની ફરિયાદ નોંધાય છે. કારના ( car ) બોનેટ પર બેસી રાત્રિના ( cake ) સમયે કેક કટીંગ ( cake cutting ) અને આતશબાજીનો વીડિયો ( video ) પોતાના સોશિયલ મીડિયા ( social media ) પર મૂકનાર આ મહિલા ઇન્ફ્લુએન્સરને વ્યુ ( view ) , લાઇક ( like ) અને કમેન્ટ ( comment ) ની ભૂખ ભારે પડી છે. હવે પોલીસે તેને નોટિસ ( notice ) આપીને બોલાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.

https://youtu.be/IBtuw6g2Fz8

https://dailynewsstock.in/2024/10/19/gujarat-transport-bus-diwali-trip-festival/

મહિલા ઇન્ફ્લુએન્સરે પોતાની પ્રસિદ્ધિ માટે પોલીસ જાહેરનામનો ભંગ કર્યો
મળતી માહિતી મુજબ સુરતની મહિલા ઇન્ફ્લુએન્સરનો પોતાના જન્મદિવસ પર ગાડીના બોનટ પર બેસીને કેક કાપતો તેનો વીડિયો વાયરલ થયો છે. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ( social media account ) પર મહિલા ઇન્ફ્લુએન્સરે આ વીડિયો મૂક્યો હતો. ત્યારબાદ આ વીડિયો વાયરલ ( video viral ) થયો હતો. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, કઈ રીતે તે બોનેટ પર બેસીને મહિલા કેક કાપી રહી છે અને રાત્રિ દરમિયાન રોડ પર આતશબાજી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં લોકોની અવરજવર નથી, જેથી અનુમાન લગાવી શકાય કે મોડી રાત્રે તેઓએ કેક કાપી આતશબાજી કરી હતી.

surat : સુરતની મહિલા ઇન્ફ્લુએન્સર ઉપર પોલીસ ( police ) જાહેરનામાના ભંગની ફરિયાદ નોંધાય છે. કારના ( car ) બોનેટ પર બેસી રાત્રિના ( cake ) સમયે કેક કટીંગ ( cake cutting ) અને આતશબાજીનો વીડિયો

આ વીડિયો વાયરલ થતાં જ પોલીસ પણ હરકતમાં આવી હતી. પોલીસે આ મહિલા ઇન્ફ્લુએન્સર ઉપર પોલીસ જાહેરનામાનો ભંગનો કેસ કર્યો છે. આ સાથે જે ગાડી ઉપર તે બેસીને કેક કાપી રહી હતી તે મોડીફાઇડ દેખાતા તેની ઉપર પણ હવે એક્શન લેવાની તૈયારી પોલીસે બતાવી છે. આ સાથે પોલીસે અપીલ કરી છે કે, ઇન્ફ્લુએન્સરને સમાજના લોકો અને યુવાઓ ફોલો કરતા હોય છે, જેથી કોઈ આવા વીડિયો ન મૂકે જેનાથી તેઓ અસામાજિક કૃત્ય કરી રહ્યા હોય એવું લાગે.

તાજેતરમાં રાત્રે સિટી લાઇટમાં એક કારના બોનેટ પર બેસીને કેક કાપી ફટાકડા ફોડનારી સોશિયલ મીડિયા ઈન્ફ્લુઍન્સર ઝિનલ દેસાઈ ( zinal desai ) સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે. ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, પોલીસ પાસે વીડિયો આવતાં તપાસ કરી હતી. આ વીડિયો સિટી લાઈટ ખાતે આવેલી એક બેંક પાસે અને ટાયરના શો-રૂમ પાસે બનાવવામાં આવ્યો હતો, જેમાં ઝિનલ દેસાઈએ પોલીસના જાહેરનામાનો ભંગ કર્યો છે, જેથી તેની સામે ગુનો દાખલ કરીને પોલીસ સમક્ષ હાજર રહેવા માટે તેને નોટિસ પાઠવવામાં આવી છે. વળી, તે જે કાર પર બેઠી હતી તે કાર પણ મોડિફાઇ કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે ત્યારે આ કારની પણ તપાસ કરવામાં આવશેે.

61 Post