surat : સુરત ( surat ) ના ઉધના ( udhana ) વિસ્તારમાં 20 સપ્ટેમ્બરની રાત્રે એક ગમખ્વાર અકસ્માત ( accident ) સર્જાયો હતો. બાઈક પર જઈ રહેલા એક પરિવાર ( family ) ને પાછળથી નાશામાં ચૂર ટ્રકચાલકે અડફેટે લેતા પત્નીનું ઘટનાસ્થળે જ મોત (death ) નીપજ્યું હતું. જ્યારે પતિનું સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અકસ્માતની ઘટનામાં છ વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ થયો છે. જ્યારે અકસ્માત કરનાર ટ્રકચાલકને લોકોએ ઝડપી પોલીસને સોંપ્યો હતો. દંપતિના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
https://www.facebook.com/DNSWebch/

https://dailynewsstock.in/2024/09/21/navsari-gujarat-fruad-police-arrest/
મળતી માહિતી પ્રમાણે, surat na ઉધના વિસ્તારમાં આવેલી ગાયત્રી નગર સોસાયટીમાં મૂળ મહેસાણાના 35 વર્ષથી સચિન પટેલ પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની અને એક છ વર્ષની દીકરી છે. સચિન પટેલ કસ્ટમ વિભાગમાં કાર્ડના ડ્રાઇવર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અવારનવાર રાત્રે જમ્યા બાદ દીકરીને લઈને નજીકના વિસ્તારમાં બાઈક પર ફરવા નીકળતા હોય છે.
urat : સુરતના ઉધના વિસ્તારમાં 20 સપ્ટેમ્બરની રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઈક પર જઈ રહેલા એક પરિવારને પાછળથી નાશામાં ચૂર ટ્રકચાલકે અડફેટે લેતા પત્નીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ગતરોજ રાત્રે જમ્યા બાદ છ વર્ષની દીકરીને લઈને સચિન પટેલ એની પત્ની સારિકા પટેલ સાથે બાઈક પર ફરવા નીકળ્યા હતા. દરમિયાન 11:30 આસપાસ ઉધના જીવન જ્યોત નજીક એક ટ્રકચાલકે તેમને પાછળથી અડફેટે લીધા હતા. જેથી માતા-પિતા અને દીકરી ત્રણેય નીચે પટકાયા હતા. પત્ની સારીકાને માથામાં ગંભીર ઇજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
જ્યારે સચિન પટેલને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં છ વર્ષની પુત્રીનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. પુત્રીએ પહેલા માતા અને ત્યારબાદ પિતાને નજર સામે મોતને ભેટતા જોયા હતા. દંપતીના મોતના પગલે પરિવાર અને સંબંધીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
બાઈકને અડફેટે લીધા બાદ ટ્રકના ચાલકને લોકોએ ઝડપી પાડ્યો હતો. લોકોના અને પરિવારના જણાવ્યા પ્રમાણે ટ્રકચાલક નશામાં હતો. જેથી અકસ્માત બાદ એકઠા થઈ ગયેલા ટોળા દ્વારા ટ્રકચાલકને માર પણ મારવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉધના પોલીસને આ ટ્રકચાલકને સોંપી દેવામાં આવ્યો હતો. હાલ ઉધના પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.