sensex : ફેડના નિર્ણય પછી, મુખ્ય ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો BSE સેન્સેક્સ ( sensex) અને NSE નિફ્ટીએ ( nifty ) મજબૂત વધારો નોંધાવ્યો હતો. શરૂઆતના કારોબારમાં 30 શેરો ધરાવતો સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો. બીજી તરફ નિફ્ટી પણ પ્રથમ વખત 25,500ની સપાટી ક્રોસ કરવામાં સફળ રહ્યો હતો.

https://dailynewsstock.in/2024/09/18/surat-city-festival-celebration-smc-ganeshji/

sensex

https://www.facebook.com/DNSWebch/

યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા નીતિગત વ્યાજ દરોમાં 50 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરવાનો નિર્ણય સ્થાનિક શેરબજારને ( stock market ) પસંદ આવ્યો છે. ફેડના નિર્ણય પછી, મુખ્ય ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો BSE સેન્સેક્સ ( sensex ) અને NSE નિફ્ટી ( nifty ) એ મજબૂત વધારો નોંધાવ્યો હતો. શરૂઆતના કારોબારમાં 30 શેરો ધરાવતો સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો. બીજી તરફ નિફ્ટી પણ પ્રથમ વખત 25,500ની સપાટી ક્રોસ કરવામાં સફળ રહ્યો હતો.

sensex : ફેડના નિર્ણય પછી, મુખ્ય ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો BSE સેન્સેક્સ ( sensex) અને NSE નિફ્ટીએ ( nifty ) મજબૂત વધારો નોંધાવ્યો હતો.

BSE સેન્સેક્સના 30 શેરની સ્થિતિ
ફેડ દ્વારા વ્યાજદરમાં ઘટાડા બાદ બેન્કિંગ ( banking ) અને આઈટી સેક્ટરના શેર્સમાં મજબૂતી જોવા મળી હતી. એનટીપીસી, એલટીઆઈ માઇન્ડટ્રી અને વિપ્રોના શેર્સ નિફ્ટી ( nifty ) પર ટોપ ગેનર તરીકે ટ્રેડ ( trade ) થતા જોવા મળ્યા હતા. આમાં લગભગ બે ટકાનો વધારો થયો છે.

NSE નિફ્ટીના ટોપ ગેઇનર્સ અને ટોલ લુઝર શેર્સ
સેન્સેક્સ અને નિફ્ટીમાં એચડીએફસી બેન્ક અને ઈન્ફોસિસના શેરની મજબૂતાઈનો સૌથી મોટો ફાળો હતો. ગુરુવારના ટ્રેડિંગ સેશન દરમિયાન, BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 2.5 લાખ કરોડ વધીને રૂ. 470 લાખ કરોડ થયું હતું.

BSEના આંકડા શું કહે છે?
વિવિધ ક્ષેત્રોના બેન્ચમાર્ક સૂચકાંકોની વાત કરીએ તો નિફ્ટી બેન્ક, નિફ્ટી આઈટી અને નિફ્ટી રિયલ્ટીના શેરમાં એક ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. NTPP શેર 3% વધ્યો. એનટીપીસી ગ્રીન એનર્જીએ રૂ. 10,000 કરોડના આઇપીઓ માટે ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કર્યા બાદ આ ઉછાળો આવ્યો હતો. સરકારે QIP મારફતે ભંડોળ ઊભું કરવાની જાહેરાત કર્યા પછી IREDAના શેર પણ 3% મજબૂત થયા છે. ગુરુવારે શરૂઆતના કારોબારમાં ડોલર સામે રૂપિયો 6 પૈસાના વધારા સાથે 83.70 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.

61 Post