surat : 12 સપ્ટેમ્બરને ગુરુવારે પાલિકાના આવાસ ડ્રો ( aavas draw ) નો કાર્યક્રમ ( program ) રાખવામાં આવ્યો હતો. ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ ( c r patil ) ના હસ્તે પાલના સંજીવકુમાર ઓડિટોરિયમમાં સાંજે ડ્રો કરવામાં આવ્યો હતો. જો કે, આ કાર્યક્રમમાં ઊડીને આંખે વળગે તે બાબત એ હતી કે, ભાજપ ( bhajap ) ના 104 કોર્પોરેટરો ( corporater ) માંથી અડધો અડધ એટલે કે 55 કોર્પોરેટરો કાર્યક્રમમાં ફરક્યા જ ન હતાં. તેમની ગેરહાજરીની ગંભીર નોંધ લઈને શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠીએ તમામને મોબાઇલ ફોન ( mobile phone ) પર મેસેજ ( massage ) કરીને પાલિકાના ( palika ) કાર્યક્રમમાં ગેરહાજર રહેવા બાબતે ખુલાસો માંગ્યો છે.

https://www.facebook.com/DNSWebch/

surat

https://dailynewsstock.in/2024/09/15/surat-aap-road-suratcity-police-socialmedia/

પાલિકા કે પક્ષનો કાર્યક્રમ હોવાથી તેમાં હાજર રહેવાની સૂચના આપવા છતાં વારંવાર ભાજપના કોર્પોરેટરો ગેરહાજર રહેતા હોય છે, જેથી આ મુદ્દે અઠવાડિયામાં ખુલાસો કરવા કહેવાયું છે. જ્યારે કેટલાક કોર્પોરેટરોનું કહેવું હતું કે, પાલિકા કે પક્ષ સંગઠનના દિનપ્રતિદિન કાર્યક્રમો થતા જ રહે છે ત્યારે લગાતાર કાર્યક્રમમાં જઈએ કે પછી પર્સનલ કામ-ધંધો પણ કરીએ? સમાજ-પરિવારનું પણ ધ્યાન રાખવું પડે ને. જ્યારે કેટલાંકે કહ્યું હતું કે, ગણેશોત્સવને પગલે ઘરે તેમજ વોર્ડના કાર્યક્રમમાં જવું પડ્યું હતું.

surat : 12 સપ્ટેમ્બરને ગુરુવારે પાલિકાના આવાસ ડ્રો ( aavas draw ) નો કાર્યક્રમ ( program ) રાખવામાં આવ્યો હતો. ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ ( c r patil ) ના હસ્તે પાલના સંજીવકુમાર ઓડિટોરિયમમાં સાંજે ડ્રો કરવામાં આવ્યો હતો

શાસક નેતાએ ખુલાસો માગતા પક્ષના નેતાઓ ઢાંકપિછોડો કરવા લાગ્યા
શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠીનો આ મુદ્દે સંપર્ક કરવાનો સતત પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે આ ભાંગરો વાટ્યો હોવાથી ફોન ઉંચક્યો જ ન હતો, જ્યારે દંડક ધર્મેશ વાણીયાવાલાએ તો એમ કહ્યું હતું કે, 55 કોર્પોરેટરો આવાસ ડ્રોમાં આવ્યા નહીં કે નોટિસ અપાઇ એ મુદ્દે મને કશી જ ખબર નથી. નોટિસ આપવાની સત્તા શાસક પક્ષ નેતા પાસે હોય છે.

કોર્પોરેટરોને માત્ર કારણ જાણવા માટે કોલ કરાયો હતો, નોટિસ આપવાની વાત ખોટી
‘આ મુદ્દાને પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી. કાર્યક્રમ તો પાલિકાનો હતો. ગેરહાજર કોર્પોરેટરોને નોટિસ અપાઈ નથી. કોઇનો પણ કાર્યક્રમ હોય તેમાં હાજર ન રહેવાથી તેને પૂછાય તો ખરું ને. શાસક પક્ષ નેતાએ માત્ર કાર્યક્રમમાં હાજર ન રહેનાર કોર્પોરેટરોને કારણ જાણવા કોલ કર્યો હતો. નોટિસ આપવાની વાત ખોટી છે. કેટલા કોર્પોરેટરો ગેરહાજર હતા તે હજુ આવ્યું નથી. તમે શશીબેનને પુછો.’ > નિરંજન ઝાંઝમેરા, શહેર પ્રમુખ, ભાજપ

56 Post