surat : સુરતમાંથી ( surat ) ડુબલીકેટ તંબાકુ મિશ્રિત ગુટકા, કેમિકલ ( chemical ) મિશ્રિત પાન-મસાલાના પાઉચ સહિતનો ગુટકાનો જથ્થો ઝડપાયો છે. ગુટકાના ( gutkha ) પાઉચ ઉપર કોઈ જગ્યાએ સહેલાઈથી દેખાઈ શકે તે રીતે ચેતવણીની છાપ કે લખાણ વગરના 6 કરોડના મુદ્દામાલને પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB) દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ મુદ્દામાલ આરોપીઓ દિલ્હીથી લઈને આવ્યા હતા અને આજ તો તેઓ મુંબઈ મોકલવાના હતાં, પરંતુ PCBએ દરોડો પાડીને મુદ્દામાલ સાથે ત્રણની ધરપકડ ( arrest ) કરી છે.
https://www.facebook.com/DNSWebch/

https://dailynewsstock.in/2024/09/13/ajab-gajab-matrimonial-site-website-divorce/
આરોપીઓ પાસે કોઈ ઇન્વોઈસ કે બીલ નથી, તેમ છતાં દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન ક્રોસ કરી પાંચ ટ્રક ગુજરાત પહોંચી ગઈ હતી. સૌથી મહત્વની વાત એ છે કે, ચાર રાજ્ય ક્રોસ કરીને આ પાંચ ટ્રક સુરત ( surat ) પહોંચી ગઈ, પરંતુ કોઈને કાનો કાન ખબર પડી નથી.
સુરત PCBને બાતમી મળી હતી કે, ગુજરાતમાં પ્રતિબંધીત ડુપ્લિકેટ ( duplicate ) ગુટકા અને પાન-મસાલા ભરેલી ટ્રક દિલ્હીથી સુરત આવે છે. આ જથ્થો સારોલી વિસ્તારમાં આવેલા પ્રિન્સ એસ્ટેટના ક્રિયા શક્તિ લોજિસ્ટિકમાં છુપાવવામાં આવ્યો છે. આ માહિતીના આધારે PCBએ અલગ-અલગ ટીમો બનાવી ક્રિયા શક્તિ લોજિસ્ટિક પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન એક નહિ, પરંતુ પાંચ ટ્રકમાં ભરાઈને આવેલો પ્રતિબંધીત ગુટકાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગોડાઉનમાંથી કુલ 6 કરોડની કિંમતનો જીવલેણ ગુટકાનો જથ્થો કબજે કર્યો હતો અને ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.
કોઈપણ પુરાવા વગર દિલ્હીથી વોન્ટેડ આરોપી મહાવીર રખારામ નેણ આ ડુપ્લિકેટ ગુટકાનો જથ્થો ક્રિયા શક્તિ લોજિસ્ટિકના ટ્રાન્સપોર્ટમાં સુરત મોકલી આપ્યો હતો. જે જથ્થો પકડાઈ જતા આરોપી ગોડાઉનના ઇન્ચાર્જ સંજય સીતારામ શર્મા, ગોડાઉન અને ટ્રાન્સપોર્ટના વાહનોને પણ પોલીસે ઝડપી પાડ્યા છે. આ સમગ્ર મામલે રાજસ્થાનના ઝૂંઝનું જિલ્લાના સંજય સીતારામ શર્મા, રાજસ્થાનના હનુમાનગઢના સંદીપ નેણ અને ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદના વિશાલ જૈન વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી છે.