navsari : નવસારી ( navsari ) વિજલપોર ( vijalpor ) શહેરમાં ચોમાસા ( monsoon ) દરમિયાન ધોવાયેલા બિસ્માર રસ્તાઓ એ લોકો ની કમર તોડી નાખી છે અને આવા હલકી ગુણવત્તા વાળા રસ્તાઓ‌ નાં રિપેરિંગ કામ માટે રાજ્ય સરકાર દરવર્ષે ગ્રાન્ટ ફાળવે છે અને રોડ કોન્ટ્રાકટરો ( road contractor ) ની કમાણી ચાલતી રહે છે એટલે જાણીજોઈને રોડ કોન્ટ્રાકટરો દ્વારા હલકી ગુણવત્તા વાળા રસ્તા બનાવવામાં આવે છે જેથી દરવર્ષે સરકારી ગ્રાન્ટ ( goverment grant ) થી પોતાના ગજવા ભરી શકે અને ગેરેન્ટી પિરીયડ માં તૂટેલા રસ્તાઓ નાં ખાડા પુરવા માટે નગરપાલિકા ( muncipal corporation ) દ્વારા છારૂ નાખવામાં આવતું હોવાનું જાણવા મળેલ છે.

https://www.facebook.com/DNSWebch/

https://dailynewsstock.in/2024/09/12/navsari-fatak-railway-over-briegde-gujarat/

એટલે સ્પષ્ટ થાય છે કે પાલિકા નાં અધિકારીઓ અને શાસકો સાથે ની મિલીભગત માં રોડ કોન્ટ્રાકટરો હલકી ગુણવત્તા વાળા રસ્તા બનાવતા હોય છે અને રસ્તાઓ વરસાદ માં ટકી શકે તેવા મજબૂત નહીં હોવા છતાં પોતાની ટકાવારી વસૂલ કરી પાલિકા નાં એન્જિનિયર દ્વારા તેનું નિરીક્ષણ કરી કંમ્પલિશન સર્ટીફીકેટ આપી દેવામાં આવે છે અને આજ સિલસિલો વર્ષોથી ચાલી આવેલ છે છતાં આજદિન સુધી કોઈ રોડ કોન્ટ્રાકટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને બ્લેકલિસ્ટ કરવામાં આવતા નથી ઉપર થી જે રોડ કોન્ટ્રાકટર વર્ષોથી હલકી ગુણવત્તા વાળા રસ્તા બનાવતા આવેલ છે તે જ કોન્ટ્રાકટર ને રિપીટ કરી ફરીથી વધારે નું કામ સોંપવામાં આવે છે તે નવાઈ ની વાત છે હાલમાં સમગ્ર નવસારી સહિત વિજલપોર માં શિવાજી નગર થી વિઠ્ઠલ મંદિર જતા રસ્તા ની હાલત બિસ્માર છે રસ્તા માં ખાડા છે કે ખાડા માં રસ્તો છે તે કહેવું મુશ્કેલ છે આવી ફરિયાદો વધી જતા પાલિકા તંત્ર રોડ કોન્ટ્રાકટરો ફક્ત નોટિસ ફટકારી સંતોષ માણી મિડિયા માં પોતાનો બચાવ કરે છે.

navsari : નવસારી વિજલપોર શહેરમાં ચોમાસા દરમિયાન ધોવાયેલા બિસ્માર રસ્તાઓ એ લોકો ની કમર તોડી નાખી છે અને આવા હલકી ગુણવત્તા વાળા રસ્તાઓ‌ નાં રિપેરિંગ કામ માટે રાજ્ય

પરંતુ નોટિસ થી આગળ ની કાર્યવાહી વિશે કોઈ વાત કરવા માંગતું નથી પાલિકા નાં ચીફ ઓફિસર કે પાલિકા પ્રમુખ નાં જણાવ્યા મુજબ રોડ કોન્ટ્રાકટરો ની ભૂલ હશે તો કાર્યવાહી થશે તો અહીં સવાલ એ ઉભો થાય છે કે ગેરેન્ટી પિરીયડ માં શહેર નાં મોટાભાગના રસ્તાઓ તૂટી ગયા ખાડા પડી ગયા રસ્તા હલકી ગુણવત્તા વાળા સાબિત થઈ ગયા સ્પષ્ટ દેખાય રહ્યું છે કે દરવર્ષ ની એક જ કહાની છે તો આમા કોન્ટ્રાકટર ની ભૂલ નહીં તો કોની ભૂલ છે?? નગરપાલિકા એવી ક‌ઈ તપાસ કરશે જેમાં રસ્તા બનાવનાર ની ભૂલ નહીં હોય અને રોડ કોન્ટ્રાકટર કસુરવાર નથી તો કસુરવાર કોણ?? તેવા પ્રશ્નો ઉભા થયા છે હકીકતમાં રોડ કોન્ટ્રાકટર પોતાના ટેન્ડર પાસ કરાવવા માટે અધિકારીઓ ને શાસકો ને વિરોધ પક્ષ ને કે અમૂક તોડબાજ પત્રકારો ને એટલા પૈસા આપી દેતા હોય છે કે પોતાની કમાણી માટે તેઓ ખુલ્લેઆમ રોડ રસ્તા નાં કામો માં વેઠ ઉતારે છે અને કમિશન ખાઈને બેઠેલા અધિકારીઓ કે નેતાઓ તેમને રોકી શકતા નથી અને બ્લેકલિસ્ટ કરવા જેવી દાખલારૂપી પગલાં પણ ભરી શકતા નથી તેવી ચર્ચાઓ શરૂ થઈ છે

35 Post