navsari : નવસારી ( navsari ) શહેરમાં ( city ) રેલ્વે સ્ટેશન ફાટક ( railway fatak ) પાસે લગભગ ૧૧૪ કરોડ નાં ખર્ચે બનેલા ઓવર બ્રિજ ( over briegde ) નાં કામ સામે આંગળીઓ ચીંધવામાં આવી રહી છે શરૂઆત થી જ વિવાદ અને પ્રશ્નો થી ઘેરાયાલો ઓવરબ્રિજ જ્યારે પાણી ભરાઈ જવાના કારણે બંધ થયો ત્યારે નવસારી આર એન્ડ બી ( navsari r & b ) કચેરીના કાર્યપાલક અને નવસારી પેટા વિભાગ નાં નાયબ કાર્યપાલક ઇજનેરો ની પોકળ કામગીરી સમગ્ર ગુજરાતમાં ( gujarat ) ચર્ચા નો વિષય બન્યો હતો અને નવસારી નાં નાગરિકો એ સરકાર નાં કરોડો રૂપિયા નો વેડફાટ કરતા અધિકારીઓ પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો.

https://www.facebook.com/DNSWebch/

navsari

https://dailynewsstock.in/2024/09/12/surat-police-husband-wife-suicide-arrest-hosptal/

નવસારી આર એન્ડ બી નાં ઈજનેરો એ નટરાજ ટોકિઝ પાસેથી બ્રિજ ની લંબાઈ ફક્ત ૭ ફુટ વધારે રાખી હોત તો કદાચ પાણી ભરાઈ જવાના કારણે બ્રિજ ને બંધ કરવાની નોબત નહીં આવી હોત પહેલા તો રાજકીય વગ ધરાવતા અને માલેતુજારો નુ હિત સાચવવા માટે ૫૦ થી ૬૦ મીટર ની ફાટક ઓળંગવા માટે કરોડો રૂપિયા નાં બજેટ માં ૧.૦૩ કિલોમીટર લાંબો ઓવર બ્રિજ બનાવી દેવામાં આવ્યો જેની ઉંચાઈ અને લંબાઈ નાં કારણે મોંઘવારી નાં સમયે વાહનચાલકો નાં ઈંધણ નાં ખર્ચાઓ વધી જવાની ફરિયાદ ઉઠી હતી ત્યાર બાદ હવે રાહદારીઓ અને સાયકલ ચાલકો ને પડી રહેલી હાલાકી ચર્ચા માં આવી છે ફક્ત એક ફાટક ઓળંગવા માટે સાયકલ ચાલકો બ્રિજ ચઢી ને ૧ કિલોમીટર પેડલ મારીને ફાટક પાર કરી પોતાની હાલત બગાડી રહ્યા છે અને આટલો લાંબો ઓવરબ્રિજ પાર નહીં કરવા માંગતા રાહદારીઓ અને સાયકલ ચાલકો રેલ્વે નાં પાટા ઓળંગવા મજબૂર થયા છે.

૧૪ કરોડ રૂપિયા નાં ખર્ચે બનેલો રેલ્વે ઓવર બ્રિજ નાગરિકો માટે નકામો સાબિત થઈ રહ્યો છે જેનાથી કોઈને ફાયદો થાય કે નહીં થાય પરંતુ કોઈપણ પ્રકારે નુકસાન થ‌ઇ રહ્યું છે

એટલે એમ કહેવાય છે કે ૧૧૪ કરોડ રૂપિયા નાં ખર્ચે બનેલો રેલ્વે ઓવર બ્રિજ નાગરિકો માટે નકામો સાબિત થઈ રહ્યો છે જેનાથી કોઈને ફાયદો થાય કે નહીં થાય પરંતુ કોઈપણ પ્રકારે નુકસાન થ‌ઇ રહ્યું છે જે બાબતે નવસારી યુથ કોંગ્રેસ નાં પ્રમુખ કવલરાજ શર્મા એ પણ રાહદારીઓ માટે ફાટક ઓળંગવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે જેના આધારે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા એ માર્ગ મકાન વિભાગ નાં સચિવશ્રી એ.કે પટેલ ને નવસારી નાં રાહદારીઓ માટે ફાટક ની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની લેખિત રજૂઆત કરી છે અને શહેરના જાગૃત નાગરિકો એ કરોડો રૂપિયા નાં ખર્ચે બનેલા ઓવરબ્રિજ માં બેદરકારી દાખવી બિન ઉપયોગી બ્રિજ બનાવી કરોડો રૂપિયા નો વેડફાટ કરનારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે

10 Post