ઇન્સ્ટન્ટ મેસેજિંગ અને કોમ્યુનિટી એપ ટેલિગ્રામના ( telegram ) ફાઉન્ડર અને CEO પાવેલ દુરોવની શનિવારે સાંજે પેરિસની બહાર બોર્ગેટ એરપોર્ટ ( airport ) પર ધરપકડ ( arrest ) કરવામાં આવી હતી. ફ્રેન્ચ મીડિયા ( media ) ના અહેવાલો અનુસાર, દુરોવ પોતાના પ્રાઈવેટ જેટ ( private jet ) માં ફ્રાન્સ પહોંચ્યા હતા.
https://www.facebook.com/DNSWebch/
https://dailynewsstock.in/shocking-whale-ambergris-vomit-market-thailand-world/
ફ્રાન્સ પોલીસ ટેલિગ્રામ ( telegram ) પર કન્ટેન્ટ મોડરેટરના અભાવની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મોડરેટરના અભાવને કારણે મેસેજિંગ એપ્લિકેશન પર ક્રિમિનલ એક્ટિવિઝમે અવરોધ વિના ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. આ મામલામાં સીઇઓ દુરોવ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
હાલમાં આ મામલે ટેલિગ્રામ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ફ્રાન્સના ગૃહ મંત્રાલય કે પોલીસે આ અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. રશિયાના વિદેશ મંત્રાલયે પ્રશ્ન કર્યો છે કે શું પશ્ચિમી એનજીઓ (બિન-સરકારી સંસ્થાઓ) દુરોવની મુક્તિની માગ કરશે.