tarak mehta : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ( tarak mehta ka ulta chasma ) માંથી દયાબેન ( daya ben ) એટલે કે દિશા વાકાણી ( disha vakani ) ઘયા સમયથી ગાયબ છે. ફેન્સે અનેકવાર સોના મેકર્સને દયાબેનને પાછા લાવવાની માંગણી કરી છે પરંતુ હજુ તો ન તો દિશા આ સિરિયલમાં પાછી ફરી છે કે ન તો દયાબેનના પાત્રમાં બીજી અન્ય કોઈ અભિનેત્રી જોવા મળી છે. હવે દયાબેન અંગે બબીતાજી ( babita ) એ એટલે કે મુનમુન દત્તાએ કેટલીક ખુલીને વાત કરી છે. મુનમુન દત્તા ( munmun datta ) કહેવું છે કે તે દિશાને શોમાં ખુબ મિસ કરે છે.
https://www.facebook.com/share/SAWJzMZiwGqqYymQ/?mibextid=oFDknk

https://dailynewsstock.in/business-share-stock-holder-stockholder-corona/
દયાબેન વિશે શું કહ્યું?
મુનમુન દત્તાએ ઈટાઈમ્સ સાથે વાત કરતા કહ્યું કે, શો છોડીને જતા રહે છે તેમને અમે ખુબ મિસ કરીએ છીએ. “હું દિશાને ખુબ મિસ કરું છું. જ્યારે પણ અમે જોક મારીએ છીએ તો કહીએ છીએ કે યાદ છે જ્યારે દિશા એવું કહેતી હતી, આમ કહેતી હતી. અમારી એકસાથે ઘણી સારી યાદો છે. જ્યારે પણ દિશાને કોઈ નવા નંબરથી ફોન આવે તો તે પોતાનો અવાજ બદલીને વાત કરતી હતી.”
tarak mehta : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ( tarak mehta ka ulta chasma ) માંથી દયાબેન ( daya ben ) એટલે કે દિશા વાકાણી ( disha vakani ) ઘયા સમયથી ગાયબ છે.
અસિત મોદીએ શું કહ્યું હતું?
અત્રે જણાવવાનું કે દિશા શો સાથે શરૂઆતથી જ હતી. પરંતુ વર્ષ 2017માં તે મેટરનિટી લીવ પર ઉતરી ગઈ. ત્યારબાદ તે પાછી ફરી નથી. શોના પ્રોડ્યુસર અસિત મોદીને જ્યારે દયાના મિસિંગ હોવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે શોના દર્શકો દિશાની રાહ જુએ છે. આ ભૂમિકાનું કાસ્ટિંગ ( casting ) કરવું સરળ નથી કારણ કે દિશાની જેમ કામ કરવું એ કોઈના પણ માટે સરળ નથી. અમને કોઈ સારા પરફોર્મરની જરૂર પડશે.
અત્રે જણાવવાનું કે દિશા ઉપરાંત અનેક સ્ટાર્સ હવે આ શોનો ભાગ નથી. જેમ કે રાજ અનડકટ, ગુરુચરણ સિંહ, જેનિફર મિસ્ત્રી અને કુશ શાહ. આ કલાકારો શો છોડી ચૂક્યા છે. કુશ તો હાલમાં જ શો છોડી ચૂક્યો છે. તેણે આગળ અભ્યાસ પૂરો કરવા માટે શો છોડ્યો છે.