gujarat : ગુજરાત રાજ્યના સુપ્રસિદ્ધ સાળંગપુર ( salangpur ) હનુમાનજી મંદિર ( hanumanji temple ) વર્ષોથી શ્રદ્ધાળુઓ માટે ચમત્કારીક દર્શન સ્થાન તરીકે ખ્યાતનામ છે. છેલ્લા કેટલાક વર્ષોથી અહીં કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક સુવિધાઓ અને વિરાટ પ્રતિમાની સ્થાપના કરી મંદિરની ભવ્યતામાં મોટા પ્રમાણમાં વધારો કરાયો છે. ત્યારે વર્ષે દહાડે લાખો શ્રદ્ધાળુઓના આગમનથી ધમધમતા સાળંગપુર હનુમાનજી મંદિરે અંકિત કરવામાં આવેલી કેટલીક ભીંત કૃતિઓ મૂળ ધાર્મિક વાતો કરતા વિપરીત રીતે દર્શાવવામાં આવી હોવા બાબતે કેટલાક લોકો તરફથી સોશિયલ મીડિયા ( social media ) ના માધ્યમથી ટીકા કરી વિરોધ શરૂ કરવામાં આવતા વિવાદના બીજ રોપાયા છે.
https://dailynewsstock.in/gadar-2-tarasinh-sakina-sanideol-amisapatel/
સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે મુખ્ય પ્રવેશદ્વાર પછીના ચોગાનમાં 54 ફૂટ ઊંચાઈની હનુમાનજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમાના ફાઉન્ડેશન ફરતી ખાલી જગ્યા ઉપર વિવિધ ધાર્મિક અને સાંપ્રદાયિક બાબતોને ઉજાગર કરતી પ્રતિમાઓ કંડારવામાં આવી છે. આ પ્રતિમાઓમાં હનુમાનજી દાદાને સહજાનંદ સ્વામીના દાસ તરીકે ચિતરવામાં આવ્યા હોવાનું તથા હનુમાનજી સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. આ સિવાય અન્ય એક ભીંતચિત્રમાં એક આસન પર બેઠાં નજરે પડે છે, જ્યારે હનુમાનજી નીચે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં બેઠાં હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. જે દરમિયાન કેટલાક દર્શનાર્થીઓએ આ ચિત્રોના ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યા બાદ વિવાદ ઉઠ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ મુદ્દો સામે આવ્યા બાદ માત્ર સોશિયલ મીડિયામાં જ નહીં, પરંતુ કેટલાક હિંદુ સંગઠનોએ પણ આ ચિત્રો બદલ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કર્યો હતો. અખિલ ભારતીય નવયુગ સંસ્થા, ગુજરાત હિંદુ યુવાવાહિની દ્વારા આ વિવાદિત ભીંતચિત્રો હટાવવાની માગ કરવામાં આવી છે. સંગઠનોના અધ્યક્ષ રાજભા ગઢવીએ આ મામલે જણાવ્યું હતું કે, આ સનાતન સંસ્કૃતિનું અપમાન છે, સ્વામિનારાયણ સંપ્રદાય આ પ્રકારની ભૂલો વારંવાર કરે છે. જો આમ જ આવનારી પેઢી એમ જ માનશે કે હનુમાનજી મહારાજ ભગવાન રામના નહિં પણ કોઈ એક સંપ્રદાયના સ્વામીના ભક્ત હતા. તેમ સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરી વિવાદ ચાલ્યો છે.
આ ભીંતચિત્રોને લઇ સાળંગપુર મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. હનુમાનજીની મૂર્તિ બાબતે તેઓ વીડિયોમાં બોલી રહ્યા છે. સહજાનંદ સ્વામીના દાસ બતાવવામાં આવ્યા હોય તેવા ભીંતચિત્રો લગાવવામાં આવ્યા છે. આ ચિત્રો વિશાળ અને ‘કિંગ ઓફ સાળંગપુર’ના નામે વિખ્યાત હનુમાનજીની પ્રતિમા નીચે કોતરણી કરીને લગાવવામાં આવ્યાં છે. આ ચિત્રોના ફોટા સોશિયલ વાયરલ થયા બાદ મંદિર પ્રશાસનને એક પીળા પ્લાસ્ટિકથી આ વિવાદિત ભીંતચિત્રો ઢાંકી દેવાની ફરજ પડી છે. જેને લઈને અમદાવાદમાં હનુમાન દાદાના ઉપાસક કૌશિક જોશીએ અનશન પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે. મંદિરમાંથી એ ચિત્રો નીકાળી દેવા જોઈએ તેવી માંગ પણ તેમણે કરી છે.
આ મામલે સનાતન ધર્મ સેવા સમિતિએ સિહોર પોલીસમાં અરજી કરી છે. મંદિરના સ્વામીઓ સામે ફરિયાદ નોંધવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિવાદ વકરતા મંદિર પ્રશાસનને એક પીળા પ્લાસ્ટિકથી ભીંતચિત્રો ઢાંકી દીધા છે. સાળંગપુરમાં હનુમાનજીની પ્રતિમાના વિવાદને લઈ સંતો પણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે, મોરારી બાપુએ કહ્યું છે કે, હનુમાનજીનું અપમાન ન ચલાવી લેવાય. લોકોએ જગૃત થવાની જરુર છે તેવી ટકોર પણ મોરારી બાપુએ કરી હતી.