gujarat : અમદાવાદના ( ahemdabad ) મિરઝાપુર વિસ્તારમાં આવેલા કબાડી માર્કેટ ( market ) માં મોડીરાત્રે આગ લાગવાની ઘટના બની હતી. ફટાકડાના ( creckers ) કારણે કબાડી માર્કેટમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર ( fire ) બ્રિગેડને જાણ કરવામાં આવતા 21 જેટલી ગાડીઓ સાથે ચીફ ફાયર બ્રિગેડ ઓફિસર ( officer ) સહિત 8 અધિકારીઓ અને કર્મચારીઓ મળીને કુલ 100 લોકોના ફાયર બ્રિગેડના સ્ટાફે વહેલી સવાર સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
https://youtube.com/shorts/AIoByR6ALFs?feature=share
https://dailynewsstock.in/2024/10/31/gujarat-morbi-years-world-death-jail/
ફાયરબ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ મોડીરાત્રે એક વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે, મિરઝાપુર વિસ્તારમાં આવેલા જયહિન્દ કબાડી માર્કેટમાં આગ લાગવાની ઘટના બની છે. જેના પગલે ફાયરબ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ પહેલા દોડાવવામાં આવી હતી. જો કે, ફાયરબ્રિગેડ પહોંચ્યું ત્યાં સુધીમાં તો જૂનાં વાહનોથી લઈ અને દુકાનો સહિતમાં આગ ફેલાઈ ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની શરૂઆત કરવામાં આવી હતી. જો કે, આગે ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધીમે ધીમે આગ આગળ વધતી ગઈ હતી. અડધાથી વધુ કબાડી માર્કેટમાં આગ ફેલાઈ ગઈ હતી.
gujarat : અમદાવાદના ( ahemdabad ) મિરઝાપુર વિસ્તારમાં આવેલા કબાડી માર્કેટ ( market ) માં મોડીરાત્રે આગ લાગવાની ઘટના બની હતી.
કબાડી માર્કેટમાં લાગેલી આગથી તણખલું સામેના ભાગે આવેલા એક બિલ્ડિંગમાં લાગતા ત્યાં પણ નાની આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી રહી હતી પરંતુ જૂનાં વાહનો હોવાથી અને વસ્તુઓના કારણે આગ વધારે ફેલાઈ ગઈ હતી. કુલ 21 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ બોલાવવાની ફરજ પડી હતી. ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને બે ડિવિઝનલ ફાયર ઓફિસર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 100થી વધુ કર્મચારીઓનો સ્ટાફ કામે લગાડવામાં આવ્યો હતો.
ફાયરબ્રિગેડ દ્વારા વહેલી સવાર સુધી પાણીનો મારો ચલાવી આગને બુઝાવી દેવામાં આવી હતી. ચારથી પાંચ લાખ લિટર પાણીનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. સવાર સુધી ફાયરબ્રિગેડ દ્વારા કુલિંગની કામગીરી કરવામાં આવી હતી. આગ લાગવાની ઘટનામાં કોઈપણ જાનહાનિ થઈ નથી. ફટાકડાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.