hanumanji : સાળંગપુર મંદિર ( temple ) માં હનુમાનજી ( hanumanji ) ના ચિત્રો ( painting ) પર વિવાદ બાદ નૌતમ સ્વામી ( nautam swami ) અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિવાદ બાદ નૌતમ સ્વામીને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ પદેથી હટાવાયા છે. તેમને ગુજરાત ( gujarat ) પ્રાંતના અધ્યક્ષ પદેથી હટાવવાનો નિર્ણય અખિલ ભારતીય સંત સમિતિની કાર્યકારી બેઠકમાં લેવાયો છે. લખનઉમાં આ અખિલ ભારતીય સંત સમિતિની બેઠક મળી હતી, જેમાં આ જાહેરાત કરાઈ.

https://m.facebook.com/story.php?story_fbid=pfbid069XxHjxG26ycPXQUWqq9uYdUxu38QNjSVPuAwbjGGuK5v6toxq5EgML7FX5W6G6Bl&id=100065620444652&mibextid=Nif5oz

hanumanji

https://dailynewsstock.in/gujarat-salangpur-hanumanji-temple/

આજના સૌથી મોટા સમાચાર એ છે કે, ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પદેથી નૌતમ સ્વામીને હટાવાયા છે. સાળંગપુર ( salangpur ) વિવાદ બાદ નૌતમ સ્વામી સામે સંતોમાં જ આક્રોશ જોવા મળી રહ્યો છે. જેથી અખિલ ભારતીય સંત સમિતિની કાર્યકારીની લખનઉ ખાતે મળેલી બેઠકમાં તેમને હટાવવાનો નિર્ણય લેવાયો છે. અખિલ ભારતીય સંત સમિતિએ તેમને પદ પરથી હટાવ્યા છે.

સાળંગપુર હનુમાનજી ભીત ચિત્ર વિવાદ મામલે હિન્દુ યુવા સંગઠન અને મહામંડલેશ્વર જગદેવદાસ બાપુ સહિત સાધુ સંતો અને 500 જેટલા લોકો સાળંગપુર મંદિરે પહોંચ્યા છે. તમામ લોકો દેવી દેવતાઓના અપમાન બંધ કરો જેવા અનેક ફ્લેકસ બેનર સાથે મંદિરે પહોંચ્યા છે. બરવાળા મામલતદાર પોલીસ તેમજ sog Lcb મસમોટા કાફલા દ્વારા પ્રદર્શન કારીઓને હાઈવે બાયપાસ એન્ટ્રી ગેટ પર રોકી દેવાયા છે. બરવાળા લક્ષ્મણજી મંદિરના મહંત મહામંડલેશ્વર જગદેવદાસ બાપુ સહિત 10 લોકોને મંદિર વહીવટી ઓફિસ ખાતે રજૂઆત કરવા જવા દેવાયા અન્ય લોકોને રોકી દેવાયા છે. મૂર્તિ હટાવવાની ઉગ્ર માંગ સાથે મહામંડલેશ્વર સહિત 10 લોકોને પોલીસ બંદોબસ્ત સાથે કોઠારી ઓફિસ લઈ જવામાં આવ્યા છે.

સરખેજના લંબે હનુમાન ખાતે મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત થયા છે અને આ બેઠકમાં ભીંતચિત્રો સામે ઉઠેલા વિરોધ મામલે મહત્વનો નિર્ણય લીધો છે. સંતો દ્વારા આ મામલે મહત્વના શપથ લેવામાં આવ્યા છે અને તેમાં સ્વામીનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોને નહીં આવકારવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે સાળંગપુર ભીંતચિત્રો મુદ્દે બેઠક કરવા માટે ઋષિ ભારતી બાપુએ આમંત્રણ આપ્યું હતું, જ્યાં સાધુ-સંતો હાજર રહ્યા અને આ મુદ્દે ચર્ચા કરીને સ્વામીનારાયણ સંપ્રદાયના બહિષ્કારનો નિર્ણય લેવામાં આવ્યો છે.