dahod : દાહોદ જિલ્લાના આંબલી ગામે આવેલી એકલવ્ય માધ્યમિક શાળા ( school ) ની વિદ્યાર્થીની ( student ) ઓમ છુપાયેલી કળાને લાવવા માટે શાળાના આચાર્ય ( principle ) અને શાળા પરિવારે એક મહેંદી સ્પર્ધાનું ( mahendi ) આયોજન કર્યું હતું. આ સ્પર્ધામાં શાળાની છોકરીઓએ ખુબ જ ઉત્સાહ પૂરક ભાગ લઈને પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું.


શાળાઓનું મુખ્ય કાર્ય બાળકોને શેક્ષણિક રીતે પગભર બનાવવાનું જ નથી પણ બાળકોમાં છુપાયેલી શક્તિઓને બહાર લાવી તેમને બીજા ક્ષેત્રો માં પણ આગળ લઇ જવાનું છે, જેથી તેમનો બાહરી અને આંતરિક વિકાસ પણ થઇ શકે ત્યારે આવો જ એક પ્રયાસ દાહોદ જિલ્લાના આંબલી ગામે આવેલી એકલવ્ય શાળામાં પણ કરવામાં આવ્યો હતો જેમાં શાળાના આચાર્ય ઈશ્વર ભાઈ પરમાર અને શાળાના પરિવાર દ્વારા શાળાની વિધ્યાર્થીનીઓ માટે એક મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં શાળાની 14 દીકરીઓએ ખુબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને અલગ અલગ સુંદર મહેંદીની ડિઝાઇન બનાવી હતી.


આ સ્પર્ધમાં પ્રથમ ક્રમે સારિકા,બીજા ક્રમે સાયરા અને ત્રીજા કર્મે હર્ષિતાએ પદ મેળવ્યું હતું. આચાર્ય ઈશ્વરભાઈ પરમાર તરફથી વિજેતા અને સ્પર્ધામાં ભાગ લીધેલ દીકરીઓને આવનારા ભવિષ્ય માટે શુભકામના પાઠવવામાં આવી હતી.તેમજ જીવનમાં આગળ પણ પ્રગતી કરે તે માટે તેમને પ્રેરિત કરાઈ હતી.